ડુંગળી વર્ષા મોતી

vegetable

ડુંગળી વર્ષા મોતી ખેતી વિષયક માહિતી

વાવેતર નો સમય: જૂનથી ઓક્ટોબર
બીજ નું પ્રમાણ: પ્રતિ એકર 2Kg 500Gm
જમીન: સામાન્ય રીતે નિતારવાળી જમીન વધુ અનુકૂળ
વાવેતર: છાટણીથી તેમજ ધરું (રોપ) કરીને ચોપણી કરી શકાય
ફેર રોપણી 40 થી 45 દિવસ સુધીમાં કરવા થી વધુ અનુકૂળ આવે છે
છાટણી થી વાવેતર કરવામાં ઉત્પાદન ઓછું મળે છે

ખાતર: પ્રથમ પાયાના ખાતર તરીકે દેશી છાણીયા ખાતર ની જરૂર રહે છે. તેમજ રાસાયણિક ખાતર પ્રતિ એકરે ડી, એ, પી, 35 થી 40 Kg આપી શકાય. ડુંગળી ની 40 દિવસની અવસ્થા પછી રાસાયણિક ખાતરની ખાસ જરૂરિયાત હોય તો જ આપવું.


પાક સંરક્ષણ: સુસીયા, થ્રીપ્સ, તેમજ જમીન જન્ય ફૂગ આવી શકે છે. તે માટે કૃષિ તજજ્ઞની માહિતી લઈને જરૂરિયાત મુજબ પાક સંરક્ષણના પગલા સમયસર લેવા. ડુંગળીને 85 થી 90 દિવસ ની અવસ્થાએ વધુ પડતો વિકાસ થઈ જાય તો લીહોસીન નો છંટકાવ કરી શકાય.


ડુંગળી: ડુંગળીના દડા આકર્ષક સફેદ તેમજ મધ્યમ ગોળાકાર.


પાકના દિવસો: 120 થી 130 દિવસ


ખુલાસો: આ પત્રિકામાં આપેલ માર્ગદર્શનમાં જમીનનો પ્રકાર પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિ અને ઋતુ અપર્યાપ્ત જંતુઓ અને રોગોના હુમલા પાક અને ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પેદા કરી શકે છે પાક નિયંત્રણ અમારા નિયંત્રણ બહાર છે તેથી ખેડૂત પોતે ઉત્પાદન ઉપજ માટે સંપૂર્ણપણે જવાબદાર છે તેમ છતાં અમે તેમને યોગ્ય સમયે યોગ્ય બીજ અને શ્રેષ્ઠ પાકના પાકને વાવણી દ્વારા મહત્તમ ઉપજ મેળવવા માટે સૂચવીએ છીએ માર્ગદર્શિકાઓના પગલે પણ કંપની પર પાક નિષ્ફળતા માટે કોઈ જવાબદાર નથી