ખાતર: પાયાના ખાતર તરીકે છાણીયા ખાતર ની જરૂર રહે છે સાથે રાસાયણિક ખાતરોમાં પ્રતિ એકરે ડાયએમોનિયમ ફોસ્ફેટ (ડી.એ.પી.) ખાતર ૧૮ કિલો તથા ૧૨ કિલો પોટાશ ખાતરની જરૂરિયાત રહે છે.
પછી ના રાસાયણિક ખાતરનો ઉપયોગ જમીન ચકાસણી વિશ્લેષણ પર આધારિત હોવો જોઈએ.
પાક સંરક્ષણ: બીજ ઊગી નીકળ્યા બાદ નિંદામણની કાળજી રાખવી ભીંડોના પાકમાં આવતા મુખ્ય રોગોમાં થીપ્સ, સફેદ ચૂસ્યા, લીલા ચૂસ્યા, કથીરી, ઈયળ તેમજ ફૂગજન્ય રોગો આવી શકે છે. કૃષિ તજજ્ઞ ની માહિતી લઈને જરૂરિયાત મુજબ પાક સંરક્ષણ પગલાં સમયસર લેવા.
ભીંડો ઉગ્યાથી: ૪૫ થી ૫૦ દિવસે છોડનો વધુ પડતો વિકાસ જણાઈ તો ખાસ આલ્ફા નેફથાઈલ એસિટીક એસિડ ૧૦ મિલી અથવા ક્લોરમેકવાટ ક્લોરાઇડ ૧૫ મિલી - ૧૫ લીટર પાણીમાં નાખી છટકાવ કરી શકાય તેમજ બીજો છટકાવ ૮ થી ૧૦ દિવસે કરી શકાય.
પિયત: બીજ ઉગી નીકળ્યા બાદ જમીનનો પ્રકાર તથા તાપમાન મુજબ પાણી આપવું વરસાદના સમયમાં તેમજ નદીના પટમાં લેવાયેલ પાકને પિયત આપવાની જરૂરિયાત ઓછી રહે છે.
ખુલાસો: આ પત્રિકામાં આપેલ માર્ગદર્શનમાં જમીનનો પ્રકાર પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિ અને ઋતુ અપર્યાપ્ત જંતુઓ અને રોગોના હુમલા પાક અને ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પેદા કરી શકે છે પાક નિયંત્રણ અમારા નિયંત્રણ બહાર છે તેથી ખેડૂત પોતે ઉત્પાદન ઉપજ માટે સંપૂર્ણપણે જવાબદાર છે તેમ છતાં અમે તેમને યોગ્ય સમયે યોગ્ય બીજ અને શ્રેષ્ઠ પાકના પાકને વાવણી દ્વારા મહત્તમ ઉપજ મેળવવા માટે સૂચવીએ છીએ માર્ગદર્શિકાઓના પગલે પણ કંપની પર પાક નિષ્ફળતા માટે કોઈ જવાબદાર નથી